ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા , એનો બનાવ્યો છે મને ,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની ,
આપનો ઉપકાર , મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં , સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને ,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા "બેફામ" જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
Thursday, September 20, 2007
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને. - બેફામ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment